Breaking
Tue. Jul 29th, 2025

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું

દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો, આરોગ્ય સાથે મહિલાઓને ટ્રાફિક નિયમો અંગે પણ કર્યા જાગૃત

સુરત, 10 માર્ચ: નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત “નિમાયા ગ્રેટ રન-2025” નું આયોજન કર્યું હતું. આ દોડમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 9 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. રેસમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

VIP રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના  ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ, ડીસીપી ટ્રાફિક અમીતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

Related Post