Breaking
Sun. Dec 22nd, 2024

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર

30 દિવસમાં ઘર ખરીદનારને એક વર્ષ ઈએમઆઈ અને જીએસટી ચુકવવામાંથી મળશે મુક્તિ

સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની જાહેરાત કરી હતી. આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાની રહેશે નહીં અને GST પણ ચૂકવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

રામ મંદિરના ઉદ્ઘાટન સાથે ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાના મહત્ત્વપૂર્ણ પ્રસંગને યાદગાર બનાવવા માટે  22 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવેલી વિશેષ ઓફરના જાહેરાતના કલાકોમાં 85 જેટલા મુલાકાતીઓ પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ઉલ્લેખનીય છે કે, ગ્રીન ગ્રૂપે 30- દિવસીય આ અભિયાનના પ્રથમ દિવસે જ 15 ફ્લેટ માટે બુકિંગ પણ મેળવ્યા હતા.

ગ્રીન ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અલ્પેશ કોટડિયાએ જણાવ્યું હતું કે, “અમારી વિશિષ્ટ યોજનાને આટલો સકારાત્મક પ્રતિસાદ જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. તે ઘર ખરીદનારાઓનો ગ્રીન ગ્રૂપમાં વિશ્વાસ દર્શાવે છે. રામ મંદિરના અભિષેકનો ઐતિહાસિક પ્રસંગ ભગવાન રામના લાખો ભક્તો માટે 500 વર્ષથી વધુની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે, આ ઑફર એ પ્રસંગની ઉજવણી કરવાનો અમારો પ્રયાસ છે અને ગ્રાહકોને વિશિષ્ટ લાભો સાથે તેમના સપનાના ઘરની ઇન્તજારનો અંત લાવવાની તક પૂરી પાડે છે.”

સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં વૈભવી 3BHK પ્રીમિયમ ફ્લેટોનો સમાવેશ થાય છે, જે 100% વાસ્તુ અનુરૂપ છે. આ પ્રોજેક્ટ સુરત એરપોર્ટથી માત્ર 6 કિમી અને વિશ્વની સૌથી મોટી ઓફીસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સથી માત્ર 2.5 કિમી દૂર સ્થિત છે, પ્રોજેક્ટની આસપાસ ઘણી શાળાઓ અને કોલેજો આવેલી છે.

રેડી- ટુ- મૂવ- ઇન એપાર્ટમેન્ટ્સ સાથેનો સ્વપ્નભૂમિ પ્રોજેક્ટ બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, બાળકોનો રમતનો વિસ્તાર, બેન્ક્વેટ હોલ, રોમન શૈલીની લાઉન્જ, શિવ મંદિર, જૈન મંદિર, સ્ટીમ અને સૌના, જેકુઝી, જોગિંગ ટ્રેક, યોગ અને એરોબિક્સ સ્થળ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ગાર્ડન, ક્રિકેટ પિચ અને લાઇબ્રેરી સહિતની સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે.

 ઘર ખરીદવા માટે ઉત્સુક લોકો સ્વપ્નભૂમિમાં તેમના સપનાનું ઘર ખરીદવા માટે મર્યાદિત સમયની વિશેષ ઓફરનો લાભ લઈ ઘર ખરીદીના પ્રસંગને પણ યાદગાર બનાવી શકે છે.

Related Post