Breaking
Mon. Dec 23rd, 2024

ગુજરાત બોર્ડ ધોરણ 10 – SSC 2023 ના પરિણામોમાં વિદ્યાકુલ દ્વારા રાજ્ય અને જિલ્લા સ્તરે ટોપર્સ આપવા અંગે

વર્ષ 2023 માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં ફરી એકવાર વિદ્યાકુલએ 96.7% રિઝલ્ટ આપીને રચ્યો ઇતિહાસ
સુરત (ગુજરાત) [ભારત], 26 મે : ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરાયેલ SSC 2023 ના પરિણામોમાં, ગુજરાતના ઑનલાઇન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલનું 96.7 % પરિણામ આવ્યું જેમાંથી 23% વિદ્યાર્થીઓએ A1 અને 42% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા તથા ઘણા વિદ્યાર્થીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બોર્ડની પરીક્ષામાં મહત્તમ ટોપર્સ આપવા માટે વિદ્યાકુલ એપ્લીકેશન ફરી એકવાર બેસ્ટ પ્લેટફોર્મ સાબિત થયું છે
આ વર્ષે વિદ્યાકુલ એપ્લિકેશનમાં 1,80,000+ આસપાસ બાળકોએ વિના મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જેમાથી 65% જેટલી વિદ્યાર્થીનીઓ અને 35% જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે.
ટૂંક સમયમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ તમામ ટોપર્સને સન્માનિત કરીશું.
આ વર્ષે યુથ વિદ્યાકુલ Youtube ચેનલ દ્વારા 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ વિશ્વાસ દર્શાવી વિનામૂલ્ય દરરોજ શિક્ષણ મેળવે છે.

વિદ્યાકુલના CEO તરુણ સૈની તથા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ભાવિનભાઈ દુધાત અને રજનીશભાઈ ખેની તથા શિક્ષકમિત્રો તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન અને શુભકામના પાઠવીએ છીએ.

Related Post