Breaking
Mon. Dec 23rd, 2024

નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

પ્રાપ્ત થયેલા અખબારી અહેવાલો અનુસાર નાઇજીરીયા ખાતે એક અત્યંત દુઃખદ બોટ દુર્ઘટના ઘટવા પામી હતી જેમાં એકસૌથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. તપાસકર્તાઓના કહેવા મુજબ એવું માનવામાં આવે છે કે આ આંકડો વધી પણ શકે છે.

પૂજ્ય મોરારી બાપુએ આ દુર્ઘટના અંગે એમની સંવેદના વ્યક્ત કરી છે. પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના પરિવારજનોને માટે રૂપિયા ૧૧ લાખથી વધારે રકમની સહાય અર્પણ કરી છે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતા નિલેશ જસાણી અને તેની પુત્રી શબરી દ્વારા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પૂજ્ય મોરારી બાપુએ પ્રત્યેક મૃતકને ભારતીય ચલણ મૂજબ રૂપિયા ૧૧ હજાર અર્પણ કર્યા છે. એમણે અર્પણ કરેલી આ રાશિ સ્થાનિક નાઇજીર ચલણ મૂજબ લગભગ ૬૩ હજાર નાઇરા જેટલી થાય છે.

આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને પરિવારજનોને દિવસોજી પાઠવી છે.

Related Post