Breaking
Thu. Jul 31st, 2025

“નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ હવે મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં

મહિલાઓને લગતી બીમારીઓ અને પ્રસુતિ સાથે જ IVF ની સારવાર માટે શ્રેષ્ઠ અને અનુભવી ટીમ

અમદાવાદ. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તબીબી સેવા માટે નામના ધરાવતા 21st સેંચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલનું વેંચર એટલે “નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થનો આજથી ગુજરાતની મેટ્રોપોલિટન સિટી અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે.

ડૉ.પૂજા નાડકર્ણી સિંઘ, ડૉ.પ્રભાકર સિંઘ, ડૉ.યુવરાજ સિંહ જાડેજા અને ડૉ. બિરવા દવે દ્વારા હવે અમદાવાદ સહિત આસપાસના શહેરો અને ગામડાઓની મહિલાઓના આરોગ્યની કાળજી લેશે. અમદાવાદ ખાતે એસ.જી.હાઇવે પર બોડકદેવ વિસ્તારમાં મરીના વન ખાતેનિમાયાનું આધુનિક તબીબી સુવિધાઓ સાથેનું સેન્ટર શરૂ થયું છે. ત્યારે પ્રસંગે ડૉ.પૂજા નાડકર્ણી સિંઘ, ડો. પ્રભાકર સિંઘે, ડૉ.યુવરાજ સિંહ જાડેજા અને ડૉ. બિરવાએ જણાવ્યું હતું કે અત્યાર વર્ષ 2017માં નિમાયાની શરૂઆત સુરત ખાતે થઈ હતી. ત્યારબાદ વડોદરા ખાતે સેન્ટર શરૂ કરાયું અને હવે અમદાવાદ ખાતે સેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતેના વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ ખાતે રિપ્રોડક્ટિવ   હેલ્થ એન્ડ IVF (Test-Tube Baby), IUI, obstetrics એન્ડ હાઈ રિસ્ક પ્રેગનેંસી, ફિમેલ કેન્સર (ઓનકલોજી), એન્ડોસ્કોપી એન્ડ મિનિમલ ઇન્વસિવ સર્જરી, લેપ્રોસ્કોપી, ન્યુટ્રિશિયન એન્ડ એન્ટનટલ અને પોસ્ટ એન્ટનટલ કેર, કોસ્મેટિક ગાયનેકલોજી, પીડિયાટ્રીક્સ એન્ડ ન્યૂ બોર્ન બેબી કેર અને ઓબેસિટી એન્ડ વેટ લોસ પ્રોગ્રામ ફોર વિમેન્સ જેવી સુવિધા ઉપલબ્ધ છેસાથે અનુભવી અને શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ અહીં સતત દર્દીઓની સેવામાં ઉપસ્થિત રહેશે.

21st સેન્ચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલ અને નિમાયા વિશે

સ્વર્ગીય ડૉ. પૂર્ણિમા નાડકર્ણી અને તેમની ફેમિલી દક્ષિણ ગુજરાતના કિલ્લા પારડીના વતની છે. ડૉ.પૂર્ણિમા નાડકર્ણી દ્વારા વર્ષ 1983માં કિલ્લા પારડી ખાતે પ્રથમ 21સ્ટ સેનચ્યુરી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2000 માં વાપી, વર્ષ 2007માં સુરત અને વર્ષ 2022માં વડોદરા ખાતે હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી. જ્યારે નિમાયા નું પહેલું સેન્ટર વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ વડોદરા અને હવે અમદાવાદ ખાતે સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

Related Post