Breaking
Sat. Nov 1st, 2025

અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી

સુરત, એપ્રિલ 8: ભારતની અગ્રણી ટેક્સટાઇલ અને એથનિકવેર કંપની અજમેરા ફેશને આજરોજ સુરત સુરાણા 101 ખાતે તેની નવી પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ લિટલ વિંગ્સ લોન્ચ કરી હતી. આ પ્રસંગે અજમેરા ગ્રુપના સિનિયર લીડરશીપ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.

300 થી વધુ આઉટલેટ્સ સાથે પહેલથી ભારતભરમાં સફળ થઈ ચૂકેલી બ્રાન્ડ અજમેરા ટ્રેન્ડસ પછી હવે કંપની બાળકોના ફેશન સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ નવી બ્રાન્ડની શરૂઆત અજમેરા ફેશનના સ્થાપક અને સીઈઓ અજય અજમેરાની દૂરંદેશીનું પરિણામ છે. તેમણે મહત્વની બાબતને ઓળખી કે ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સાડીઓ, લહેંગા અને મેન્સવેરની ઘણી બ્રાન્ડ્સ છે, ત્યાં કિડ્સવેર સેગમેન્ટમાં બ્રાન્ડેડ અને સંગઠિત વિકલ્પોનો અભાવ છે. આ ગેપ ભરવાના ઉદ્દેશ્ય સાથે લિટલ વિંગ્સ લાવવામાં આવી છે.

લિટલ વિંગ્સ 0 થી 15 વર્ષના બાળકો માટે ફ્રોક્સ, ડેનિમ, એથનિકવેર, ટી-શર્ટ્સ, શોર્ટ્સ, કેઝ્યુઅલ અને પાર્ટીવેર જેવા તમામ કપડાં બજારમાં ઉપલબ્ધ કરાવશે. બ્રાન્ડની વિશેષતા છે કે સુપર સોફ્ટ ફેબ્રિક, સુંદર ડિઝાઇન અને પોસાય તેવી કિંમત. આ ઈવેન્ટમાં અજય અજમેરાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન નાના શહેરોમાં રહેતા પરિવારો માટે સારા, આરામદાયક અને મૂલ્યવાન કિડ્સ વેર લાવવાનું છે. અમે આ બ્રાન્ડને ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં લૉન્ચ કરી રહ્યા છીએ, જ્યાં લોકોની અપેક્ષાઓ વધારે છે પરંતુ વિકલ્પો મર્યાદિત છે.”

લિટલ વિંગ્સ ફ્રેન્ચાઈઝી ઓન્ડ મોડલ પર કામ કરશે અને ફ્રેન્ચાઈઝી આપવાની પ્રક્રિયા હજી પણ શરૂ છે. બ્રાન્ડનું પ્રારંભિક ધ્યાન નાના શહેરો અને નગરોમાં વિસ્તરણ કરવાનું છે, જ્યાં બાળકોના વસ્ત્રોની માંગ સતત વધી રહી છે.

લોકાર્પણ કાર્યક્રમમાં અજમેરા ફેશનના સી.એફ.ઓ. મિસ્ટર. વિજય અજમેરા, એમડી શ્રી મોહિત અજમેરા, વીપી શ્રી તરુણ શર્મા, ફ્રેન્ચાઇઝ હેડ શ્રી સિદ્ધાર્થ, ફ્રેન્ચાઇઝ મેનેજર શ્રી રાહુલ, માર્કેટિંગ મેનેજર શ્રી શાંતનુ અષ્ટિકર અને અન્ય મુખ્ય ટીમના સભ્યો હાજર હતા. આ લોન્ચિંગ અજમેરા ફેશન માટે માત્ર એક નવો અધ્યાય નથી, પરંતુ ભારતના ઉદ્યોગ સાહસિકો માટે પણ એક મોટી તક લઈને આવે છે.

Related Post